ગુજરાત પ્રદેશ ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન અને ભાજપ ના આગેવાન અને રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના નામે લીરે લીરા ઉડાડવા માં આવી રહિયા છે
મોરબી નગરપાલિકા માં પ્રમુખ કુસુમબેન પરમાર ના પતિ જેને વહીવટી જ્ઞાનની ખામી છે છતાં પોતાની જાત ને પ્રમુખ માની પાલિકા નો વહીવટ કરી રહિયા છે તેમને હમણાં જ વોર્ડ નંબર ૧૧ ના લોકો ની પ્રાથમિક સુવિધા ના નામે રજૂઆત કરનાર વ્યક્તિ ને ગાળા ગાળી કરી માર મારવા ની ઘમકી આપી તેવીજ રીતે પોતાની જાત ને દેશ ભક્ત કહેવનાર અજય લોરિયા એ બેફામ વાણી વિલાસ કરી ભાજપ પક્ષ ની વિચારધારા ને બદનામ કરેલ છે એક જમીન પ્રકરણ માં પોતાની ભૂમિકા ના આક્ષેપ ની સામે સોશ્યલ મીડિયા માં ના બોલી શકાય કે ના સાભળી શકાય તેવા અપ સબ્દ નો માળો ચલાવી ભાજપ ની આબરૂ નું લીલામ કરેલ છે ત્યારે મોરબી માં રહેતા ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન એવા રાજકોટ ના સાંસદ અને મોરબી ના રહેવાસી મોહનભાઈ કુંડારિયા આં બાબત પર શું ખુલાસો કરે છે તે પ્રજા જાણવા માંગે છે
જિલ્લા પંચાયત ના બાંધ કામ સમિતિ ના ચેરમેન અને મોરબી નગર પાલિકા ના પ્રમુખ ના પતિ બેફામ વાણી વિલાસ સાથે ગાળો અને ઘમકી આપી પ્રજા ને ડરાવવા ના પ્રયત્ન કરે છે ત્યારે આ મોરબી ના રહેવાસી અને રાજકોટ ના સાસંદ અને ભાજપ શિસ્ત સમિતિ ના ચેરમેન મોહન ભાઇ કુંડારિયા આં બાબતે ભાજપ ની નીશિસ્ત તોડતા અને પ્રજા ને ગાળા ગાળી કરતા લોકો સામે શું પગલાં લેશે એ પ્રજા જોવા માંગે છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી ની પ્રેસ યાદી જણાવે છે.
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...