મોરબી નગરપાલિકાના રાજમાં અનેક વિસ્તારોમાં ધોળા દિવસે અંજવાળા
એકતરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વીજળી બચાવવા માટે સૂચનો કરવામાં આવતા હોઈ છે તેમજ નવતર પહેલો પણ કરવામાં આવતી હોઈ છે ત્યારે આ પહેલ મોરબી નગરપાલિકાને લાગુ ન પડતી હોઈ તેવું લાગી રહ્યું છે બીજી તરફ જો મોરબી નગરપાલિકા ની વાત કરીયે તો મોરબી નગરપાલિકા ને લાઈટબીલ ચૂકવવા માટે પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે આ રીતે વીજળી નો દૂર ઉપયોગ કેટલો યોગ્ય
મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ મોરબીની જાહેર જનતા માટે નગરપાલિકાએ ધોળે દિવસે અંજવાળા કર્યા છે. રાતે તો ઠીક પરંતુ દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે.ત્યારે નટરાજ ફાટક પાસે થી એલ.ઈ. કોલેજ તરફ જવાના રસ્તા પર ધોળા દિવસે સ્ટ્રેટ લાઈટ ચાલુ હાલતમાં જોવા મળી રહીછે. આમ તો રાત્રિના સમયમાં મોરબીના ઘણા રોડ રસ્તા પર અંધકાર છવાયેલો હોય છે ત્યારે અમુક વિસ્તારોમાં ધોળા દિવસે રોડ રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવામાં આવતી હોય છે ત્યારે મોરબીનાં નટરાજ ફાટક પાસે પણ આજ રીતે ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ હાલતમાં જોવા મળી રહી છે આથી એવું લાગી રહ્યું છેકે મુખ્યમંત્રીની વીજળી બચાવવાની પહેલો મોરબી નગરપાલિકાને કદાચ લાગુ નહિ પડતી હોઈ
