મોરબી: ગુજરાત સરકાર પ્રેરિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી , કચ્છ-ભુજ દ્વારા આયોજિત આપણી સરહદ ઓળખો પ્રવાસી કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ કંઝારીયા શિતલ, ગુલશાદ શેરસીયા, તન્વી અઘારાનું સિલેક્શન થયેલ છે. મોરબી માંથી માત્ર ૩ સ્ટુડન્ટ સિલેક્ટ થયા જે તમામ નવયુગના સ્ટુડન્ટ્સ છે.
આ પ્રોગામમાં સિલેક્ટ થવાની લાયકાતમાં NCC અને જિલ્લા/રાજ્યકક્ષાએ રમત ગમતમાં વિજેતા હોવું અનિવાર્ય છે.
આ સમગ્ર કાર્યક્રમ ૧૧ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. જેમાં ગુજરાતના ૪૫ જેટલા સ્થળોની મુલાકાત કરેલ જેવાકે કચ્છનું મ્યુઝિયમ, સ્મૃતિવન મેમોરીયલ, પ્રાગ મહેલ, કાળો ડુંગર, ભેડીયાબેટ, સફેદ રણ, ધિણૉ ડુંગર, માતાના મઢ, લખપત કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર, જખૌ બંદર, માંડવી, અંજાર, કંડલા પોર્ટ, નાડાબેટ જેવા સ્થળોની મુલાકાત લઈને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિથી માહિતગાર કરાયા. આ કાર્યક્રમનો તમામ ખર્ચ સરકાર આપે છે.
આ કાર્યક્રમમાં સિલેક્ટ થવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ સ્ટુડન્ટ્સને અભિનંદન પાઠવ્યા હતા.
મોરબી શહેરમાં કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી દ્વારા આયોજિત Women Empowerment Mega Camp આજે ઉત્સાહભેર અને બહોળી ભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.
આ કાર્યક્રમમાં મોરબી શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મવિશ્વાસ, સુરક્ષા, સ્વાસ્થ્ય, જાગૃતિ અને સર્વાંગી સશક્તિકરણ આપવાનો રહ્યો.
આ કેમ્પ...
મધુપુર કરણીસેના મોરબી જિલ્લા પ્રમુખના જયદેવસિંહ ઘનશ્યામસીંહ જાડેજાએ રાજીનામું આપતા જણાવ્યું હતું કે મારાં ધંધા ના કામકાજ ના કામોના કારણે તેમજ મધુપુર મેલડીધામ ટ્રસ્ટ ના કામકાજો ના લીધે મને અત્યારે પૂરતો સમય નથી મળતો જે માટે હું કરણીસેના ના જિલ્લા પ્રમુખ ના હોદા ઉપર બેસીને પણ સમાજ કાર્યોમાટે સમય...