વાવડીના ગામના પાટીયા થી નારણકા સુધી ડામર પટી રોડ પેચવર્ક કરવા બાબતે કાર્યપાલ ઇજનેર ને આવેદન આપવામાં આવ્યું
મોરબી તાલુકાના વાવડી ના પાટીયા થી ખીજડીયા વનાળીયા નારણકા સુધી ડામર રોડ છે તે વાવડી ના પાટીયા થી વનાળીયા સુધીની ડામર પટ્ટી રોડ ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાક્ટર પાસેથી તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેમજ વનાળીયા થી માનસર,નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-3 ની પાઈપ લાઈન જે રોડ ક્રોસ કરે છે તે પણ રિપેરીંગ કરવામાં આવે તેવી માંગણી ગોર-ખીજડીયાનાં સરપંચ ગૌતમ મોરડીયા દ્વારા કરવામાં આવી છી તેમજ વધુમાં આ રોડ પર મોટા મસમોટા ખાડા પડી ગયા હોય અવાર-નવાર મોટરસાયકલ સવારો પડી જવાના બનાવો બનતા હોય છે આ રોડ પર રોજ બરોજ ધંધાર્થે કેટલાક યુવાનો મોરબી ખાતે જતા હોય ત્યારે ભવિષ્યમાં કોઇ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સત્વરે આ રોડ રીપેરીંગ કરવો ખૂબ જરૂરી હોય તે માટે આ રોડ હું સત્વરે રીપેરીંગ કરવાની માંગ કરાઇ છે
આજે ધોરણ 1 થી 5 વાળી શાળા શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ 5 ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા.
ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી એ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળી...
કોઈ જાણકારી મળે તો તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉમર વર્ષ આશરે ૪૦ વર્ષ વાળો તા-૨૮/૦૪/૨૦૨૫ ના બપોર ના ૧૩:૧૦ કલાક પહેલા મોરબીના લગ્ધીરપુર રોડ એન્ટીક સીરામીક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈપણ કારણસર મરણ જતા રાજકોટ...