Friday, May 10, 2024

ચેક રીટર્ન કેસ માં આરોપીને એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ સાથે વ્યાજ સહિત વળતર ચૂકવવા આદેશ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી : થોડા દિવસો પહેલા જ એક ચેક રીટર્ન કેસમાં આરોપી ને એક વર્ષ ની સાદી કેદની સજા અને ચેક ની બમણી રકમ નો દંડ કરવામાં આવેલ ત્યારે ફરી આજ રોજ મોરબીના ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂ. 4 લાખની ડબલ રકમ રૂ. 8 લાખનો દંડ અને તેમાંથી ફરીયાદીને રૂપીયા 4 લાખ ફરીયાદ દાખલ કર્યાની તારીખથી વસૂલ થતાં સુધી 9 % વ્યાજ સહીત વળતર ચૂકવા કોર્ટે હુકમ કર્યો છે.

કેસની વિગત જોઇએ, તો ફરીયાદી સીમ્પોલો વીટ્રીફાઇડ પ્રા.લી.ઘૂટું રોડ,મોરબીવાળા પાસેથી આરોપી- રાજયોગ હોમ(ઈન્ડીયા)પ્રા.લી.ના ઓથોરાઇઝડ સેગ્નેચરી સુનિલ ચવાણ રહે- મુંબઈવાળાએ વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરેલી હતી તેની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા 4,00,000/- વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો. ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્ફમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ચીજ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબની કોર્ટમાં વર્ષ 2017ની સાલમાં દાખલ કરેલ હતો.

જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે તારીખ-3-3-2022 ના રોજ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબે આરોપીને રાજયોગ હોમ ઈન્ડીયા પ્રા.લી.ના ઓથોરાઇઝડ સેગ્નેચરી સુનિલ ચવાણને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા 4 લાખના ડબલ રકમ રૂપીયા 8 લાખનો દંડ અને તે દંડમાંથી ફરીયાદીને રૂપીયા 4 લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી 9% વ્યાજ સહીત વળતર ચૂકવવા તથા આરોપી સામે પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્ય કરવાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, તથા બી.કે.ભટ્ટ, રોકાયેલા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર