ઉનાળો આવતા જ મોરબી શહેર નાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીની તંગી સર્જાયા ની ફરીયાદો ઉઠવા પામી છે ત્યારે પીવા નાં પાણીને લઈને મહિલાઓનું ટોળું પાલિકા કચેરી એ દોડી ગયું હતું અને કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલ નગરપાલિકા તંત્ર ને જગાડવા ઢોલ નગારા વગાડી મહિલાઓએ છાજીયા લીધા પાણી આપોના પોકારથી કચેરી ગુંજી ઉઠી

મોરબી શહેરના અનેક વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી જોવા મળી રહી છે અને પાણી મળતું ના હોવાથી વિસ્તારના રહીશો આજે કંટાળીને પાલિકા કચેરી દોડી ગયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને છાજીયા લઈને વિરોધ કર્યો હતો
મોરબી શહેરના વિસીપરા, લાયન્સનગર, ફૂલછાબ સોસાયટી, રણછોડનગર, મદીના સોસાયટી, ગુલાબનગર, રોહીદાસપરા સહિતના વિસ્તારોમાં છેલ્લા અનેક દિવસોથી પાણી વિતરણના ધાંધિયા જોવા મળે છે અને છેલ્લા ૧૫ દિવસથી પાણી આવ્યું જ ના હોવાના આક્ષેપ કરીને આજે મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પહોંચી ગયું હતું મહિલાઓ સહિતના સ્થાનિક રહીશોએ ઢોલ નગારા સાથે રેલી યોજી પાલિકા કચેરી પહોંચી છાજીયા લીધા હતા અને પાણી આપોના પોકાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને ચીફ ઓફિસર સમક્ષ પાણી આપવાની માંગ કરવામાં આવી હતી
મહિલાઓએ આ તકે પાલિકા તંત્ર પર રોષ પણ ઠાલવ્યો હતો જે સમગ્ર મામલે પાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું કે રજૂઆત માટે મહિલાઓ આવી હતી તે વિસ્તાર નગરપાલિકાની હદમાં આવતા નથી
