મોરબી: મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં પાંચેક માસથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પેરોલ ફર્લો સ્કવોડ /મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ મોરબી જીલ્લાના ગુનાઓમાં સંડલોવાયેલ વધુમાં વધુનાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય
તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદભાઇ તળશીભાઇ અઘારા રહે. મોરબી રવાપર વાળો સુરત ખાતે છે જે ચોક્કસ હકિકત આધારે એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્ટાફની ટીમ બનાવી સુરત ખાતે તપાસ કરતા આરોપી વિનોદભાઇ તળશીભાઇ અઘારા પટેલ ઉવ.૫૯ રહે.મોરબી રવાપર હનુમાનજી મંદિર સામે યોગીરાજ એપાર્ટમેન્ટ બ્લોક નં.૫૦૧ તા.જી.મોરબી વાળો મળી આવતા ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 17 વર્ષથી અવિરત પગયાત્રા
મહેન્દ્રનગર ગામના ભક્તો દ્વારા દર વર્ષે બહુચરાજી માતાજી મંદિરે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર યાત્રાનો સતત 17મો વર્ષ છે, જેમાં આશરે 200થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા છે.
આ યાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ...
માળીયા મીયાણાના વાગડીયા ઝાંપા પાસે હાઈવે રોડ ઉપર કચ્છ - પીપળીયા ચાર રસ્તા નજીક વેચાણ કરવાના ઈરાદાથી ઈકો કારમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૯૭ કિં રૂ. ૭૬,૯૨૫ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨,૦૧,૯૨૫ નાં મુદામાલ સાથે બે ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક...