Wednesday, July 9, 2025

જયસુખ પટેલને સમર્થન આપતું મોરબી કોલ એસોસિએશન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ત્રણ માસ પહેલા મોરબીમાં ઝલતા પુલની જે દુર્ઘટના બની તે ખુબ જ દુખ:દાયક ઘટના હતી. આ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે અમારી લાગણી રહેલી છે. સર્વે સ્વર્ગસ્થ આત્માઓને ભગવાન શાંતિ આપે એવી અમારી પ્રાથના કરીયે છીએ. આ ઘટનામાં ભોગ બનેલા તમામ પરિવારો પ્રત્યે અમો સમગ્ર કોલ એસોસિએસન પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સંવેદના વ્યકત કરીયે છીએ. તેમજ દુઃખની ઘડીએ અમો મોરબી કોલ એસોસિએસન પરિવાર અપાર દુખની લાગણી વ્યક્ત કરી છી.

આપના પિતા ઓધવજીભાઈ પટેલ અને આપ સર્વે સમાજના લોકોને હંમેશા સાથ સહકાર આપતા રહ્યા છો. આપે કન્યા કેળવણીના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતિની દીકરીઓને સિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય મોરબીમાં કન્યા છાત્રાલયમાં કરેલું છે જેના થી સર્વ સમાજ તમારો આભારી છે. મોરબીની આજુ બાજુના ગામડામાં અને શહેરમાં જ્ઞાતિ જાતિનો ભેદ રાખ્યા વગર ઓરેવામાં રોજગાર આપવાનું કામ કર્યું છે. વિશેષમાં ખેડૂતોના ઉત્થાન માટે ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જળક્રાંતિ માટે ગામો ગામ ખેત તલાવડા, ચેકડેમ અને વોટરશેડના કાર્ય દ્વારા સમગ્ર ખેડૂત સમાજને સધ્ધર કરવા માટે જે કાર્ય કરેલું છે તે હજુ પણ લોકો સ્મરી રહ્યા છે. સમુહલગ્ન, કન્યા કેળવણી, રોજગાર, સ્કોલરશીપ, જેવા અનેક કાર્યો આપના થકી થતા રહ્યા છે. આપ હંમેશા દાનની સરવાણી વહાવીને સતત સામાજિક સેવામાં અગ્રેસર રહ્યા છો. આપની સેવાકીય પ્રવૃત્તિ અને સમાજસેવા માટે અમો હંમેશા આભારી છીયે અને આ ઋણ ચૂકવી નહિ શકીએ. મોરબી કોલ એસોસિએસન પરિવાર હંમેશા આપણા સહકારમાં રહ્યો છે અને રહીશુ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર