કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભુજ ખાતે મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા મોરબી ના તબિબ દ્વારા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરવા માં આવી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મુળ નવાગામ(લખધીરનગર) ના વતની મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ પ્રવર્તમાન સમયે કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભુજ ખાતે મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે તેમના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. તેઓ એ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફર ના સુપુત્ર ડો. પ્રિન્સ ફેફરે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...