મોરબી: જામનગર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં સંગઠનની વિધિવત રચના કરવામાં આવી.
જામનગર કેસરી દૈનિકનાં માલિક અને તંત્રી વિકી પટેલની અઘ્યક્ષ અને હાલાર પંથકનાં જાણીતા સિનિયર પત્રકાર ઇનાયતખાન પઠાણની પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે. મુંબઈ સમાચારનાં પ્રતિનિધિ નરેન્દ્ર પીઠડીયાની ઉપાધ્યક્ષ તેમજ નોબત દૈનિકનાં પત્રકાર જિજ્ઞેશ માણેકની ખજાનચી તરીકે વરણી કરવામાં આવી છે.
આ તકે જામનગર શહેરના વિવિધ દૈનિક અને ચેનલો સાથે જોડાયેલા પત્રકારો ખાસ ઊપસ્થિત રહ્યા હતા.
અગામી 24 તારીખે ગુજરાત સરકાર નાં કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની હાજરીમાં સમગ્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પત્રકાર મિત્રોનું વિશાળ સ્નેહમિલન યોજવામાં આવશે તેવી આ તકે જાહેરાત કરવામાં આવી હતી.
