Monday, July 7, 2025

ઝુલતા પુલ કેસમાં બધાજ દોષીતોના નામ ચાર્જશીટમા દાખલ કરવા અને પાલીકાને સુપરસીડ કરવા CMને રજુઆત  

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બધાજ દોષીતોના નામ ચાર્જશીટમા દાખલ કરવા અને નગરપાલિકાને સુપરસીડ કરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગ કરવામાં આવી છે.

મોરબીના ઝુલતા પુલ દુર્ધટનાને ત્રણ મહિના કરતા વધારે સમય થઇ ગયેલ છે. આ દુર્ઘટનામાં ૧૩૫ કરતા પણ વધારે લોકો ની જાન હાની થઇ છે. તેમજ ઘણાને ઈજાઓ પણ થયેલ છે. ઘણા કુટુંબના કન્ધોતર, મહિલાઓ તેમજ ઘણા નાના બાળકો મુત્યુ પામેલ છે. આ ઘટનાની તપાસ તેમજ કાયર્વાહી તટસ્થ અને પક્ષાપક્ષી રહિત તેમજ વાહલા દવલાની નીતિ રીતીથી પર થઇ રહી હોય તેવું દેખાતું નથી તેવું લોકો કહી રહ્યા છે.

સમગ્ર ઘટનાનો ઈતિહાસ જોવા જઈએ તો આ ઝુલતો પુલ જે મોરબીની ઘરોહર તેમજ એક અમુલ્ય નજરાણુ હતું. તેની સારસંભાળ રાખવાની જવાબદારી નગરપાલિકાની હતી. પરંતુ નગરપાલિકાએ આવું કઈ ના કરતા ઓરેવા કંપનીને આ સારસંભાળ રાખવા માટે એગ્રીમેંટ કરીને આપેલ હતો. આ અગ્રીમેંટ કરતા સમયે શું? દરેક પાસા ઓને ધ્યાનમાં લેવામાં આવેલ હતા ? કે આ એગ્રીમેંટમાં જ કોઈ ચૂક રહેવા પામેલ છે? તેની પણ તપાસ કરવા માંગ કરી છે. પુલનું કામ પૂર્ણ થવા પછી શું? કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ અગ્રીમેંટમાં છે? તેથી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાની માંગણી છે કે આ એગ્રીમેંટની શરતો સાર્વજનિક કરવામાં. જેથી લોકો ને પણ જાણકારી મળે કે અસલ ગુનેગાર કોણ કોણ છે. પુલનું કામ પૂર્ણ થયા બાદ પુલ ચાલુ કરવામાં આવેલ ત્યારે સરકાર તેમજ નગરપાલિકા તેમજ સ્થાનિક ભાજપના આગેવાનોને દ્વારા મોરબીની જનતાને ઝુલતા પુલની ભાજપ તરફ ભેટ તેવા બેનરો લાગેલા તેવું લોકો કહી રહ્યા છે. તેતો સાચું છે?. આ બેનરો કોના દ્વારા લગાવવામાં આવેલ તેની તપાસ કરવામાં આવે.

ઝુલતા પુલ દુર્ઘટના થાય બાદ કાર્યવાહીના ભાગ રૂપે પુલ પર ફરજ બજાવતા લોકોને ઘરપકડ કરીને જેલમાં પુરવામાં આવેલ છે. જયારે જયસુખ પટેલને હવે ધરપકડ કરવામાં આવેલ છે. તો શું? કાયદો કાયદાનું કામ યોગ્ય રીતે કરી રહ્યો છે. ? તેવું લોકો કહી રહ્યા છે. શું? હજુ કોઈ ગુનેગાર બાકી રહેતા નથી ?

પુલ દુર્ઘટનામાં નગર પાલિકાના ચુટાયેલા સદસ્યો પદાધિકારીઓ ને કોઈ દોષ નથી શું? પુલનું ઉદઘાટન થઇ જાય. લોકો ફરવા જવા માંડે અને શું?નગપાલિકાના આ પદાધિકારીઓને તેની જાણ જ નહોતી? જો આ મંજુરી વગર હતું તો આ પદાઘકારીઓ અને સદસ્યો ચુપ કેમ હતા? તો એમની તપાસ કરી ખરે ખર આ લોકોને પણ ગુનેગાર ગણીને ઘરપકડ કરવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે.

સરકાર દ્વારા નગર પાલિકાને સુપરસીડ કરતા પહેલા નગરપાલિકાના પદાધિકારીને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલી તેના અનુસંધાને સામાન્ય સભા બોલાવવામાં આવેલ તેમાં ૩૯ જેવા સભ્યો હાજર રહ્યા હતા અને અન્ય સભ્યો ગેરહાજર રહેલા હતા. લોકોના કહેવા મુજબ આ ગેર હાજર રહેનાર કોઈ અગમ્ય કારણોસર ગેરહાજર રહેલ અને બહાનું બીજું બતાવેલ છે. નગરપાલિકા બોર્ડના બધા જ સભ્યો ભાજપ પક્ષના છે. તેઓ બાવન સભ્યો દ્વારા અગાઉ બજેટની સામાન્યસભાના બધાજ ઠરાવો થયેલ વિડીઓગ્રાફી મુજબ નામંજુર કરેલ છે. અને એવું જણાવવા મળે છે કે પાછળ થી અન્ય કારણ લખવામાં આવેલ છે. તો આની પણ તપાસ થવી જોઈએ.

જ્યારે પ્રશ્ન એ છે કે આ બાવન સભ્યો દ્વારા કરવામાં આવેલ ઠરાવો શા માટે ના મજુર કરવા પડ્યા છે?. અને જો આ સભ્યોને પોતાના કરેલ ઠરાવો જ મંજુરના હોય તો શા માટે? આ નગરપાલિકાને સુપરસીડ ના કરવી જોઈએ તે પણ એક પ્રશ્ન છે. તેથી નગરપાલિકાને હાઈકોર્ટના આદેશો અનુસાર સુપરસીડ કરવામાં આવે . અને જવાબદાર દરેક પદાધિકારીઓ ચુંટાયેલા અને સરકારી નોકરીયાતને ગુનેગાર ગણીને તપાસ કરીને ચાર્જસીટમાં તેઓના નામ દાખલ કરવામાં આવે અને તેને પણ યોગ્ય સજા કરવામાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર