મોરબી: મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલ મૃતકોના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ અર્પણ તે માટે મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના મધ્યસ્થ કાર્યલય ખાતે તારીખ. 30- 11- 2022 ને બુધવાર ના રોજ સવારે 10:00 વાગ્યે “શાંતિ હવન” નું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌ મોરબી વાસીઓ મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે “શાંતી હવન”માં ઉપસ્થિત રહેવા વિનંતી.
