ટંકારાના અમરાપર રોડ પર આવેલ વાડીનાં કુવામાં ડુબી જતાં યુવકનું મૃત્યુ
ટંકારા: ટંકારાના અમરાપર રોડ પર આવેલ સીરાજભાઈ ઈબ્રાહિમભાઈ અબ્રાણીની વાડીના કુવામાં ડુબી જતાં યુવકનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સિરાજભાઈ ઇબ્રાહીમભાઇ અબ્રાણીની પોતાની અમરાપર રોડ સીમમાં આવેલ વાડીના કુવામાં ગત તા.૨૩-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજય નીતીનભાઈ વાઘેલા ઉ.વ.૨૫ રહે.ઉગમણાનાકા ટંકારા વાળો વાડીના કુવામાં પાણીમાં ડૂબી મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી સરકારી હોસ્પિટલ ટંકારા ખાતે પી.એમ માટે લાવેલ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.