ટંકારાના નસીતપર ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી
ટંકારા: ટંકારા તાલુકાના નસીતપર ગામે રમેશભાઈ ટપુભાઈની વાડીએ ઝેરી દવા પી જતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામે રમેશભાઈ ટપુભાઈની વાડીએ રહેતા પ્રેમસીંગ મુકામસીંગ ડોડવા (ઉ.વ.૩૫) એ ગઇ તા ૦૬/૦૨/૨૦૨૩ ના બપોરના ત્રણેક વાગ્યે ની આસપાસ નસિતપર ગામે રમેશભાઈ ટપુભાઈની વાડીએ હતો ત્યારે કોઇ કારણસર કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર સરકારી હોસ્પિટલ મોરબી બાદ ખાનગી હોસ્પિટલ મોરબી બાદ અત્રેની સરકારી હોસ્પીટલમા બેભાન હાલતમા સારવારમા લાવતા ઇમરજન્સી વોડૅમા દાખલ કરેલ હતા જેનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.