ટંકારાના નેકનામ ગામે પતિના શારીરિક, માનસિક દુઃખત્રાસથી કંટાળી મહિલાનો આપઘાત
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે પતિના શારીરિક અને માનસિક દુઃખ ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપી પતિ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા વેલુબેન લાભુભાઈ પરમાર (ઉ.વ.૫૫) એ આરોપી હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા રહે. નેકનામ તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૦૩-૨૦૨૩ ના રોજ ફરીયાદીની દીકરી અરૂણાબેનને આરોપી હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા કે જે અરુણાબેન ના પતી થતો હોય અને અરુણાબેનને સંતાનમા માત્ર બે દિકરીઓ જ હોય અને દિકરો ન હોય જે બાબતે તથા ઘરના કામકાજ બાબતે મેણાટોણા મારી શારીરીક માનસીક દુઃખત્રાસ આપી અરુણાબેનને મરવા મજબુર કરી અરુણાબેને પોતાની જાતે ગળે ફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૬,૪૯૮(ક) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.