ટંકારાના રોહીશાળા ગામે વાડીએ કુવામાં પડી ડુબી જતાં મહિલાનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના રોહીશાળા ગામે જેશાભાઈ ડાયાભાઇ પારીયાની વાડીએ આવેલ કુવામાં પડી ડુબી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઈલાબેન ગોપાલભાઈ મુંધવા (ઉ.વ.૩૫ રહે. રોહીશાળા ગામ) ગત.તા ૧૦-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે રોહીશાળા ગામે જેશાભાઇ ડાયાભાઇ પારીયાની વાડીમા આવેલ પાણી ભરેલ કુવામા પડી જતા ડુબી જતા ઈલાબેનનુ મોત નિપજ્યું હતું. તેણીનો લગ્ન ગાળો ૧૩ વર્ષનો હોય અને સંતાનમા બે દિકરા હોય અને સાસુ સસરા સાથે રહેતા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.