ટંકારાના લજાઈ ગામના બસ સ્ટેન્ડ નજીક કારે હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત
મોરબી: ટંકરાના લજાઈ બસ સ્ટેન્ડ નજીક કારે હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના લજાઈ ગામે રહેતા સાગરભાઈ કમલેશભાઈ મકવાણાએ આરોપી ફોક્સ વેગન પોલો કાર રજીસ્ટર નંબર-GJ-36-AC-9779 ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૨-૨૦૨૨ થી ૧૧-૧૨-૨૦૨૨ દરમ્યાન કોઈપણ સમયે આરોપીએ પોતાનાં હવાલાવાળી લાલ કરલરની ફોકસ વેગન પોલો કાર રજી નંબર- GJ-36-AC-9779 ની પુર જડપે અને ગફલતભરી રીતે પોતાના હવાલાવાળી કાર ચલાવી રોડ કાઠે ઉભેલ અજાણ્યા યુવાનને હડફેટે લઈ બાવળની જાડીમા ફંગોળી દઈ શરીરે કમરનાભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું આ બનાવ અંગે સાગરભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.