ટંકારાના વાછકપર ગામે પતિ- પત્નીને મહિલા સહિત ચાર શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારા તાલુકાના વાછકપર ગામે કુટુંબની દિકરી ભગાડી જાવ છો તેમ કહી ઉશ્કેરાય જઈ પતિ પત્નીને મહિલા સહિત ચાર શખ્સોએ લાકડી વડે માર માર્યો હોવાની ભોગ બનનાર મહિલાએ મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મધુબેન ધીરૂભાઇ દારોદરા (ઉ.વ.૪૦) એ આરોપી રણજીતભાઈ બાધુભાઈ, ભાણજીભાઈ સીદીભાઈ દારોદરા, દીનેશભાઈ સીદીભાઈ દારોદરા,તથા કંચનબેન ઉમેશભાઈ જજવાડીયા રહે. ચારેય વાછકપર તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૨-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા સાતેક વાગ્યાના અરસામાં આરોપી રણજીતભાઈના ભાઇની દીકરીને ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હોય જેથી આરોપી રણજીતભાઈ ફરીયાદીના ઘર પાસે ગાળો બોલતા હોય જેથી ફરીયાદી તથા તેમના પતિ સાહેદ ધીરૂભાઇ જેશીંગભાઇ દારોદરા સમજાવવા જતા આરોપી ભાણજીભાઈ, દીનેશભાઈ, કંચનબેન આવી તમે કુંટુંબની જ છોકરીઓ ભગાડી જાવ છો તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઝધડો કરી આરોપી ભાણજીભાઈએ લાકડી વતી ફરીયાદીને કપાળના ભાગે સામાન્ય ઇજા તથા સાહેદને ડાભા હાથે ફેક્ચર જેવી ઇજા તથા જમણા હાથે મુઢ ઇજા કરી તથા આરોપી ભાણજીભાઈ તથા દીનેશભાઈએ સાહેદને વાસાના ભાગે તથા કપાળના ભાગે ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી આરોપી કંચનબેનએ ફરીયાદીને પકડી રાખી માર માર્યો હતો. આ બનાવ અંગે મધુબેને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૧૧૪, જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
