ટંકારાના વિરવાવ ગામે થયેલ રૂ. 27 લાખથી વધુની સોલાર પ્લેટની ચોરીનો ભેદ ઉકેલી ટંકારા પોલીસે બે ઈસમોને ઝડપી પાડયા
ટંકારા: ટંકારા તાલુકાના વિરવાવ ગામે ઓનીક્સ સ્ટ્રેકચર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાથી રૂ . થયેલરૂ. ૨૭,૩૦,૭૨૮/-ની સોલાર પ્લેટ ચોરી જનારા બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે તેમજ ગુન્હામાં ઉપયોગમા લિધેલ વાહન ટાટા એલ.પી.ટી. ૧૫૧૨ કિ. રૂ,૧૦,૦૦,૦૦૦/-વાળુ કબ્જે કરી વધુ આરોપીઓ તથા મુદ્દામાલ રીકવર કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુન્હમા આઇ.પી.સી. ક્લમ- ૩૭૯ ૪૪૭ મુજબ ફરીયાદીની સોલારપ્લેટો કુલ નંગ- ૧૫૫ કિ.રૂ. ૨૭,૩૦,૭૨૮/-ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇજતા ગુન્હો વણશોધાયેલ હોયજેની તપાસ જાતેથી ચલાવતા હોય જે શોધી કાઢવા થાણાનો સ્ટાફ સતત પ્રયત્નશીલ હોયતે દરમ્યાન ટેક્નીકલ એનાલીસીસતથા ખાનગી બાતમીના આધારે થાણાના એ.એસ.આઇ તથા પોલીસ કોન્સ્ટેબલને મળેલ સયુક્ત બાતમીના આધારે આગુન્હાના આરોપી ખુમાનસિંગ દુર્ગસિંગ પઢીયાર ઉ.વ.-૨૮ધંધો-ડ્રાઈવીંગ રહે -તલીયા રાપુતોકા વાસરેડાના તા-શીવ જી.-બાડમેર રાજસ્થાન તથા ગુલામ પનુ રાઉમા ઉ.વ.-૩૮ ધંધો ડ્રાઈવીંગ રહે-બન્ને કી બસ્તી તા.-રામસર જી.- બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી પાડી તથા ગુન્હામાં ઉપયોગમા લિધેલ વાહન ટાટા એલ.પી.ટી. ૧૫૧૨ કિ. રૂ,૧૦,૦૦,૦૦૦/-વાળુ કબ્જે કરી વધુ આરોપીઓતથા મુદ્દામાલ રીકવર કરવા પ્રયત્ન જારી છે.