ટંકારાના સખપર ગામે વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના સખપર ગામે વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સખપર ગામે આરોપી મનોજભાઇ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઇ આત્રેસા (ઉ.વ.૨૦) રહે. સખપર તા. ટંકારા વાળાએ પોતાના મકાન પાસે આવેલ વાડામાં ધુળના ઢગલાં પાસે પ્લાસ્ટિકની થેલીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬ કિં રૂ.૨૪૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.