ટંકારાના હરબટીયાળી ગામે ઘરની સામે બારી મુકવા બાબતે આધેડને ચાર શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ઘરની સામે કેમ બારી મુકેલ છે કહી આધેડને ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર આધેડે ચારે શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે અશોકભાઈ ભગવાનજીભાઈ સંઘાણી (ઉ.વ.૪૯)એ તેમના જ ગામના અનીશભાઇ ઇશાભાઇ, નજીર ઇશાભાઇ, અરમાન ઇશાભાઇ, ઇરફાનભાઇ અલીભાઇ વિરુદ્ધ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૫-૨૦૨૩ રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તેઓના ઘરની સામે કેમ બારી મુકેલ છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળા ગાળી કરી આરોપી અનિશભાઈએ લાકડાના ધોકા વડે ફરીયાદીના ડાબા હાથના ખંભા પાસે માર મારી મુંઢ ઇજા કરી આરોપી નજીર, અરમાન, ઇરફાનભાઈએ ફરીયાદી સાથે જપાજપી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અશોકભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.