ટંકારામાં ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી: ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરનાઓએ સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાન સભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં કાયદો અને વયસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર આવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબીનાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) મુજબના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી અજીજ ઉર્ફે જીતુ સઓ દીના ઉર્જાજી કઠાત રહે. ઝાંક તા.મસુદા જી.અજમેર (રાજસ્થાન) વાળો હળવદ તરફથી અણીયારી ટોલનાકા તરફ ટ્રક લઇ આવતો હોવાની હકિકત મળતા સ્ટાફ સાથે અણીયારી ટોલનાકા ખાતે વોય તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી અજીજ ઉર્ફે જીતુ સાઓ દીના ઉર્જાજી કઠાત/મુસ્લીમ ઉ.વ. ૩૩ રહે. ઝાંક ગામ માત કી કા બાડીયા તા.મસુદા જી.અજમેર (રાજસ્થાન) વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.