ટંકારામાં ખજુરા હોટલ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો
ટંકારા: રાજકોટ- મોરબી હાઇવે રોડ પર આવેલી ખજુરા હોટલ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ ગત તા.૩૦-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે રાજકોટ- મોરબી હાઇવે રોડ પર આવેલી ખજુરા હોટલ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ટંકારા પોલીસ દ્વારા મૃતદેહને ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ થઈ શકી નથી. મૃતકની ઉમર અંદાજે ૩૫ વર્ષની આસપાસ છે જમણા હાથમાં દિલ અને બાજુમાં મોરનું ટેટુ ત્રોફાવેલુ છે ટંકારા પોલીસે અકસ્માતે મોત રજીસ્ટર કરી સબંધીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.