મોરબી: ટંકારા-કલ્યાણપર રોડ પર પુલીયા નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા-કલ્યાણપર રોડ પર પુલીયા નજીક નોટ નંબરીનો જુગાર રમતા આરોપી હાજીશાહ ઉર્ફે મુન્નો હુશેનશા સોહરવદી અને હાસમભાઈ ઉર્ફે બાબોચકી જુસબભાઈ આમરોણીયા રહે બંને આશાબાપીરની દરગાહ પાસે તા. ટંકારા વાળાને રોકડ રકમ રૂ ૪૮૦ ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
