ટંકારા બાર એસોના પ્રમુખ અલ્પેશભાઈ દલસાણીયા, ઉપપ્રમુખ રાહુલ ડી. ડાંગર સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
ટંકારાઃ ટંકારા બાર એસોસિએશનના મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઈલેક્શનના બદલે સિલેક્શન એટલે કે ચૂંટણી વિના જ સર્વાનુમતે પ્રમુખ-ઉપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
ટંકારા વકીલ મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે અલ્પેશ દલસાણીયા, ઉપપ્રમુખ તરીકે રાહુલ ડી ડાંગરની સર્વાનુમતે વરણી કરાઈ હતી બાર એસોના હોદેદારોએ ઈલેકશનને બદલે સિલેકશનથી નીમવા માટે નિર્ણય કર્યો હતો. જયારે સેક્રેટરી તરીકે મુકેશભાઈ બારૈયા, અને અમિતભાઈ જાનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે પ્રમુખ અલ્પેશભાઈ દલસાણીયા અને ઉપપ્રમુખ રાહુલ ડાંગર પ્રથમ વખત નિયુક્ત થયા છે.