પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી વિષે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
માળીયા(મી.) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા દ્વારા ટી.બી વિષે જન જાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલેન્સ કામગીરી કરવામાં આવી હતી.તેમજ ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.કોઈ વ્યક્તિમાં ટી.બી.ના લક્ષણ જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરી નિ:શુલ્ક સારવાર લેવા મેડિકલ ઓફિસરે લોકોને અપીલ કરી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા પોતાના વિસ્તારનાં ગામોમાં ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ અને શંકાસ્પદ ટી.બી કેસ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.જે.ટી.પટેલ માધ્યમિક હાઈસ્કૂલ મોટાભેલામાં ચિત્ર સ્પર્ધા થકી જન જાગૃતિ લાવવામાં આવી હતી.આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ટીબીની સેવાઓ માટેનુ 21 દિવસનું કેમ્પેઈન તા.24 માર્ચ થી 13 એપ્રીલ અંતર્ગત જનજાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલન્સ કામગીરી ફિલ્ડ સ્ટાફ દ્વારા ચાલુ કરવામાં આવી છે.આ સાથે જન જાગૃતિ થાય એ માટે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા દ્વારા આરોગ્ય શિક્ષણ,સોશિયલ મીડિયા દ્વારા આરોગ્ય પ્રચાર પસાર કરવામાં આવ્યો.
હળવદ તાલુકાના ચૂપણી ગામે આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન જોવા મળ્યું. ગામના આગેવાનોએ તેમજ સ્થાનિક સમર્થકોએ ભાજપ અને કોંગ્રેસથી નારાજી વ્યક્ત કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણાયક પગથિયા ભર્યા.
જેઓ પાર્ટી સાથે જોડાયા તેમાં મુખ્યરૂપે નીચેના આગેવાનોનો સમાવેશ થાય છે:
રાયમલભાઈ કલાભાઈ, નેતાભાઈ બુટાભાઈ, કારાભાઈ, દિગુભા નરૂભા, ભીમાભાઈ ગોવિંદભાઈ, કાનાભાઈ સુખાભાઈ,...