તમીલનાડુ રાજ્યના ખુનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો
મોરબી: તમીલનાડુ રાજ્યના ખુનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી જેમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.ટીમ પ્રયત્નશીલ હોય
તે દરમ્યાન તમિલનાડુ પોલીસ દ્વારા જાણ થયેલ કે, તમીલનાડુ રાજ્યના મઠીગીરી પોલીસ સ્ટેશન આઇ.પી.સી.કલમ-૩૦૨ વિગેરેના કામનો આરોપી પ્રમોદકુમાર નરેન્દ્રજેના રહે, સોમનાથપુર રેમના ઓરીસ્સાવાળો ખુનના ગુન્હામાં નાસતો ફરતો હોય જે અંગેની ખાનગી બાતમી હ્યુમન રીસોર્સીસ માફરતે પોલીસે મેળવતા, સદરહુ આરોપી પ્રમોદકુમાર સાઓ નરેન્દ્રજના રહે. સોમનાથપુર રેમના ઓરીસ્સાવાળો હાલમાં સોલો સીરામીક પાસે હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને યુક્તિપુર્વક શોધી કાઢી તમિલનાડુ પોલીસને સોપેલ છે.