ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની મુહીમ રંગ લાવશે કરોડોનાં તોડ પરથી પરદો ઊંચકાવાની સંભાવના ?
મોરબી: મોરબી પંથક વ્યાજખોરો ઉપરાંત હનીટ્રેપમાં ફસાવતી ટોળકી માટે કુખ્યાત બન્યું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ હનીટ્રેપમાં કરોડો રૂપિયાના વહિવટ કરવાનાં કિસ્સા છાનાં ખુણે સંભળાતા રહે છે આવાં કિસ્સામાં ભોગ બનનારા સમાજના પ્રતિષ્ઠિત લોકો હોય આબરૂ જવાની અને બદનામ થવાની બીકે મસમોટા રૂપિયાની લેતીદેતી કરી લેતાં હોય છે પણ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતાં હોય છે જેથી બ્લેકમેઇલ કરતી ટોળકીનો વિશ્વાસ આસમાને પોહચે છે અને સમાજમાં અન્ય પ્રતિષ્ઠિત લોકોને ફરી ટાર્ગેટ કરવાનું સરૂ કરી દે છે
વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસ કાર્યરત થઇ છે ત્યારે એક જનસંવાદ કાર્યકમનાં મંચ પરથી મોરબીનાં ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ કરોડો રૂપિયાના તોડતાડ કરી બ્લેકમેઇલ કરતી ટોળકીની વાતો સામે આવી હોવાનું જણાવી આવી તોડતાડ કરતી ટોળકી સામે લાલ આંખ કરવાં પોલીસનેં અનુરોધ કર્યો હતો
હાલ શહેરમાં થઈ રહેલી ચર્ચાઓ મુજબ થોડા મહિનાઓ પહેલાં એક આધેડ વયના ઉધોગપતિને હનીટ્રેપમા ફસાવી કરોડો રૂપિયાનો તોડતોડ કરનાર ટોળકીનો ટુંક સમયમાં પર્દાફાશ થઇ શકે છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
જો ભોગ બનનારનું કાઉન્સીલીંગ કરી બ્લેક મેઇલ કરતી ટોળકી સામે કાયદાકીય કાર્યવાહી કરવા તૈયાર કરવામાં આવે તો તોડતાડ કરતી ટોળકીના ચહેરા પરથી નકાબ ઉતરી જશે અને આ ઘટનામાં ફરિયાદ થાય તો અન્ય કિસ્સાઓ પણ બહાર આવે તેમ છે તથા ધનાઢ્ય લોકો ને હનીટ્રેપ માં ફસાવતી અન્ય ટોળકીઓમાં પણ ફફડાટ ફેલાઇ તેમ છે હાલ મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા શહેરમાં તોડતાડ કરતી ટોળકી સામે ફુલ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે અને તેમની મુહીમ રંગ લાવશે તેવુ લોકો કહીં રહ્યા છે અને આવા તોડ કરતા લોકો સામે કાયદાનો સિકંજો કસાઇ સકે તેમ છે તેવી વાત લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે