મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ઐતિહાસિક લીડ સાથે વિજય મેળવનારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું તેના નિવાસ્થાન ઉમાટાઉનશીપ ખાતે જઈને સન્માન કરવામાં આવ્યું હતું
આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલ, માજી પ્રમુખ મણિભાઈ સરડવા સહિતના મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો હાજર રહ્યા હતા
મોરબી: મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલાઓ માટે આરોગ્ય અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શરૂ કરાયેલા વિશેષ પ્રોજેક્ટનો આજે ૮મી ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ચોથો મહિનો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.
જાણવા જેવું છે કે તા. ૧૪ જૂન, ૨૦૨૫ના રોજ સંસ્થાએ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની...