મોરબી : મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે આજે ગૌમાતાને સુખડી અને ઘાસચારો અર્પણ કરાયો.
કાંતિભાઈના જન્મદિવસ નિમિત્તે કાંતિભાઈની ટીમ અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા તેઓ દીર્ઘાયુ બને આ જ રીતે જનતાની સેવા કરતા રહે અને પ્રજા પ્રિય બની રહે એવી પ્રાર્થના સાથે લીલાપર રોડ, મોરબી પાંજરાપોળ મુકામે સવારે ગાયોને સુખડી તથા લીલા ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
