માજી સાંસદ મહેશભાઈ ઠક્કર, ભુજ નગરપાલીકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહીત વાગડ-ભચાઉ-ગાંધીધામ-સામખિયાળી-માનકુવા-સુખપર-મિર્ઝાપુર-ભુજ સહીત ના કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ ના આગેવાનો ને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યુ
તાજેતર માં ગુજરાત વિધાનસભા ની ચુંટણી યોજાઈ હતી. જેમાં ૧૮૨ ધારાસભ્ય માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર રામધામ ના સ્વપ્નદ્રષ્ટા. જીતુભાઈ સોમાણી જંગી બહુમતી થી વિજયી બન્યા છે ત્યારે આગામી તા.૦૧-૦૧-૨૦૨૩ રવિવાર ના રોજ રામધામ-જાલીડા મુકામે જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા ભવ્ય વિજયોત્સવ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે.
જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા ગૌરાંગભાઈ માણેક(વાંકાનેર), ભાવેશભાઈ જોબનપુત્રા(વાંકાનેર), વૃતિકભાઈ બારા સહીત ના અગ્રણીઓ એ કચ્છ જિલ્લા ની રૂબરૂ મુલાકાત લઈ માજી સંસદ સભ્ય મહેશભાઈ ઠક્કર, ભુજ મહિલા મંડળ, નખત્રાણા લોહાણા મહાજન, ભુજ લોહાણા મહાજન, ભુજ નગરપાલીકા ના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ભચાઉ લોહાણા મહાજન સહીત વાગડ, ભચાઉ, ભુજ, નખત્રાણા, સામખિયાળી, મિર્ઝાપુર, માનકુવા, સુખપર, ગાંધીધામ સહીત ના મથકો ના લોહાણા સમાજ ના અગ્રણીઓને જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા વિજયોત્સવ માં પધારવા રૂબરૂ આમંત્રણ પાઠવવા માં આવ્યુ હતુ.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...