મોરબી: નવયુગ ગૃપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા ‘રમઝટ’ નવયુગ નવરાત્રિનું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ, રામોજી ફાર્મના ગ્રાઉન્ડમાં તા.30-09-2022 ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા ભૂલાકાઓથી લઇને મોટા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ટ્રેડીશનલ ડ્રેસિસ સાથે સંગીતના સૂરે તાલ મિલાવી મન મૂકીને ગરબે રમી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.
નવરાત્રિ ઉજવણીમાં નિર્ણાયક જજ તરીકે કૌશિકાબેન રાવલ, ફેનાબેન પટેલ અને મનીષભાઈ ભોજાણી ઉપસ્થિત રહયા હતા. નવયુગ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ આ કાર્યક્રમમાં હોંશભેર ભાગ લીધો હતો તેને પ્રોત્સાહન ઇનામોની વણઝાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ એકસન જેવા ગૃપ પ્રમાણે કે.જી થી 2, 3 થી 5, 6 થી 8, 9 થી 12 ગર્લ્સ/બોયઝના મેગા એવોર્ડ્સ જાહેર કરી વિવિધ ઇનામો સાથે નવાજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા, રંજનબેન કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા ખાસ ઉપસ્થિત રહયા હતા.
નવયુગના જ ધોરણ-12 કોર્મસના વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી,સમોસા સ્ટોલ,આઇસ્ક્રીમ,ચા,કોફી,સેન્ડવીચ,ઘુઘરા,ભુંગરા બટેટા ઠંડાપીણા અને વેફર્સના સ્ટોલ બનાવી પોતાની પ્રતિભાને વિકસીત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયનો ઓફીસસ્ટાફ તથા સમગ્ર સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...