Friday, August 29, 2025

નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા આયોજીત વાલી મિટિંગ સેમિનાર’ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા તા. 08-01-23 ને રવિવારના રોજ કે.જી તથા ધોરણ-1 થી 9 અને 11 ના વાલીઓની મિટિંગ સેમિનાર યોજાઇ ગયો. બે સેશનમાં યોજાયેલ આ વાલીઓની મિટિંગમાં આશરે 1500 જેટલા વાલીઓ ઉપસ્થિત રહયાં હતા. સાંપ્રત સમયના શિક્ષણ, સંતાન અને વાલી સામેના પડકારોને સમજી તેનું યોગ્ય નિરાકરણ કરી સંતાનોનું ભવિષ્ય કઇ રીતે ઉજજવળ બનાવી શકાય તેની અવનવી વાતો વકતાઓ ડો.દીપકભાઇ રાજયગુરૂ અને મોટીવેશન સ્પીકર પ્રતિકભાઇ કાછડીયા દ્વારા પોતાના વકતવ્યમાં આજના શિક્ષણની વાતો કરી સહિયારા પ્રયાસથી સંતાનોના ભવિષ્યને શિક્ષણ દ્વારા કઇ રીતે ઉચ્ચશીખરો સુધી પહોંચાડી શકાય તે વાત અનેરી રીતે રજૂ કરી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા રંજનબેન પી.કાંજીયા અને બળદેવભાઇ સરસાવાડિયા વિશેષ ઉપસ્થિત રહયા હતા.

સેમિનારના અંતે અલ્પહારનું પણ આયોજન હતું. આ સમગ્ર વાલી મિટિંગ સેમિનારને નવયુગ સુપ્રિમો પી.ડી. કાંજીયાના માર્ગદર્શનથી નવયુગ વિદ્યાલયના તમામ સ્ટાફે સફળ બનાવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર