નાની વાવડી ગામથી 219 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના નાની વાવડી ગામે એલસીબી ટીમે બાતમીને આધારે રહેણાંકમાં દરોડો પાડી વિદેશીદારૂની નાની મોટી 219 બોટલ સાથે યુવાનને ઝડપી લઈ તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ અટકાવવા એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાને સુચના આપતા એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા તથા સ્ટાફ સઘન પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.હેડકોન્સ.શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની સચોટ બાતમી મળી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img