પતિ, સસરા અને કૌટુંબિક ભાભીનો મોરબીના મકનસરમાં પરિણીતાને ત્રાસ
મોરબી : મોરબીના મકનસર પ્રેમજીનગરમાં રહેતી પરિણીતાને તું ગમતી નથી તું અહીંથી જતી રહે, તારી કાઈ જરૂર નથી કહી ત્રાસ આપનાર પતિ, સસરા અને કૌટુંબિક ભાભી વિરુદ્ધ ભોગ બનનાર પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મકનસર પ્રેમજીનગરમાં સાસરું ધરાવતા અને હાલ વાંકાનેરના ભલગામ ગામે રહેતા કોકિલાબેન જયેશભાઇ શેખવા નામના પરિણીતાએ જયેશભાઇ વેલજીભાઇ શેખવા (પતિ), વેલજીભાઇ નથુભાઇ શેખવા (સસરા), રેખાબેન સંજયભાઇ શેખવા ( કુટુંબીક ભાભી) રહે.- બધા પ્રેમજીનગર તા.જી.મોરબી વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૧૦-૨૦૧૩ ના બે વર્ષ બાદ થી ફરીયાદીને તેના પતિ દ્રારા તુ ગમતી નથી તુ જતી રહે તારી કાઇ જરૂર નથી તેમ કહી તેના ભાભી સાથે આડા સબંધ રાખી તેના સસરા તથા ભાભી દ્રારા ખોટી ચડામણી કરી ત્રણેયે સાથે મળી ફરીયાદીને અવાર નવાર નાની નાની બાબતો તથા ઘરકામ બાબતે મેણાટોણા બોલી ગાળો આપી ઢીકાપાટુ મારી મારપીટ કરી શારીરીક અને માનસીક દુખત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરીણીતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજ્બ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે