પાટણથી સગીરાને ભગાડી જનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો
મોરબી: પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનની હદમાંથી બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને હળવદ પંથકમાંથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશનનાઓની સુચના મુજબ હળવદ પોલીસ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓ પકડવા તત્પર હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે ધનાળા ગામ નજીક આવેલ વેલ્વીન સિરામીક નામના કારખાનામાં તપાસ કરતા સરસ્વતી પોલીસ સ્ટેશન એ પાર્ટ ઈ.પી.કો કલમ-૩૬૩, ૩૬૬ મુજબના ગુન્હાનો આરોપી પિન્ટુજી છગનજી ઠાકોર જાતે, ઉ.વ.૨૧ રહે, ભલગામ તા.કાંકરેજ જી.બનાશકાંઠા વાળો તથા ભોગબનનાર મળી આવતા તેઓની પુછપરછ કરી મજકુર આરોપી પોતે મોટા નાયતા ભીલોડીયાપુરા તા.સરસ્વતી જી.પાટણથી સગીર બાળાને ભગાડીને લઈને આવેલ હોવાની કબુલાત આપતા આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.