Tuesday, May 13, 2025

પી. એસ. આઈ સોનારા ફરી વિવાદમાં.. વાયરલ વિડિઓમાં યુવાનને ધમકાવતા હોવાનો આક્ષેપ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

(સૌજન્યથી): મોરબી તા.18 પી. આઈમાંથી પીએસઆઇ થયેલા અને છેલ્લા ઘણા સમયથી સાઇડે લાઈને રહેલ બી. પી. સોનારા ફરી એક વિડિઓના કારણે ચર્ચામાં આવ્યા છે. આ વિડિયો જિલ્લા પોલીસે વડા અને રાજ્યના ગૃહ મંત્રી સુધી ગયો હોવાની ચર્ચા છે.

એ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે ટંકારા પાસે આવેલ મધુવન ગ્રીન નામના બંગલોની સ્કીમ આવેલ છે જ્યાં જય અઘેરા નામનો યુવાન પોતાના ઘરની બહારના રસ્તામાં પોતાના બાઈકે ઉપર બેઠા હતો ત્યારે નાઈટ પેટ્રોલીંગમાં રહેલ પીએસઆઇ સોનારા અને તેની સાથે રહેલ જમાદારે જયને એક કોઈ મોટા ગુનેગારની જેમ ટ્રીટ કર્યો હતો અને તેને રાત્રીના સમયે વધુ પૂછપરછ માટે ટંકારા પોલીસ સ્ટેશને લઇ ગયા હતા જ્યાં મોડી રાત્રે કોઈ ગુનો નોંધ્યા વગર પાછળથી જવા દીધો હતો જોકે તેનું એકટીવા ડિટેઇન કર્યું હતું.

પોતાના પુત્ર સાથે આ રીતે વર્તન થતા જયના પિતાજી એ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હોવાની વિગતો સામે એવી છે જોકે સત્તાવાર હજુ જાણવા નથી મળ્યું. વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે જય પટેલ હોઈ તેની સાથે એવું વર્તન કરવામાં આવ્યું હોવાની પણ વિગત જાણવા મળી છે આ પેહલા પણ પટેલ સમાજને ટાર્ગેટ કરવાના આક્ષેપ સોનારા સામે થયાં છે.રાજકોટના વ્યાજખોર જે તે સમયે પટેલ યુવાનને માર મારી રાજકોટ લઇ ગયા હતા તે ઘટનામાં પણ આરોપીને છવર્યા હતા જો કે એની કોઈ ફરિયાદ નોહતી થાય આ ઉપરાંત અન્ય ઘટનામાં પણ આક્ષેપ થયાં હતા ત્યારે આ વાયરલ વિડિઓને કારણે પીએસઆઇ સોનારાની મુશ્કેલી વધી શકે છે. વધુમાં જયારે જયને પોલિસ સ્ટેશને લઇ જવાયો હતો ત્યાં પણ ધમકાવામાં આવ્યો હતો અને પોલિસને જોઈને ઉભું થવાનું અને પોલીસને સમા જવાબ નહિ આપવાના એવુ કહી ડરાવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એક સાવલા મનમાં થાય છે શું ગુનેગાર નો હોઈ તો પણ પોલીસને જોઈને સલામ ઠોકવાની અને તેની કોઈ પણ ખોટી વાતના જવાબ નહિ દેવાના

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર