મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક પક્ષ પોતાના પક્ષના ઉમેદવારને જીતાવવા માટે પ્રચાર કરી રહ્યા છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં નવો એક પક્ષ આમ આદમી પાર્ટી આવતા ગુજરાતમાં ત્રીપાખીયો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી માળિયા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી ભર્યો ત્રીપાખીયો જંગ છે.
જેમાં મોરબી માળિયા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા આજે ૬૫-મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે મોરબી શહેરના વોર્ડ નં. ૧ ખાતે “પરિવર્તન યાત્રા” યોજવામાં આવી હતી.આ પરીવર્તન યાત્રાના લોકસંપર્કમાં શહેરીજનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાયા હતા. જ્યંતીભાઈ જે.પટેલને જંગી બહુમતીથી વિજય બનાવીશું તેવો લોકો દ્વારા કોલ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જયંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહેલ ડોર ટુ પ્રચારને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. લોકો જયંતિભાઈની પરીવર્તન યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાય રહ્યા છે. જયંતીભાઈ પટેલને ડોર ટુ ડોર પ્રચારમાં મળિ રહેલ સમર્થનને જોતા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સમીકરણો બદલાઇ શકે તેવુ લાગી રહ્યુ છે. લોકો પરીવર્તન ઈચ્છી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. જયંતિભાઈ પટેલને લોકો એવા કોલ આપી રહ્યા છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાવશુ અને પરીવર્તન લાવીશું . લોકો જયંતિભાઈને વિજયનો વિશ્વાસ અપાવી રહ્યા છે અને તેમની આ પરીવર્તન યાત્રામાં ભાગીદાર બની લીડથી વિજય અપવાશે તેવા કોલ આપી રહ્યા છે.
જયંતીભાઈ પટેલ દ્વારા મોરબી માળિયા બેઠક પર ગામડાઓમાં અને શહેરમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ડોર ટુ ડોર જઈને કરી રહ્યા છે અને પરીવર્તન યાત્રામાં જોડાવા આવકારી રહ્યાં છે. તેમની આ પરીવર્તન યાત્રામાં લોકો હોંશભેર જોડાઈ રહ્યા છે.
