મોરબી: 18મી સદીમાં સમાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય એમ તમામ ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ દયનીય હતી. બાળલગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, વિધવાઓ પ્રત્યે તિરસ્કાર જેવી અમાનુષી પ્રથાઓએ મહિલાઓની હાલત દબતર કરી હતી. શિક્ષણના અભાવને કારણે મહિલાઓ અંઘશ્રદ્ધા અને વહેમની જાળમાં ફસાયેલી હતી. આવા સમયે આ ધાર પર ભગવાન સ્વામિનારાયણ અવતારી મહિલાઓના ઉત્કર્ષની જ્યોતિ પ્રગટાવી અને અંધકાર યુગમાં પ્રવર્તતા આ કુરિવજો માંથી ઉગારી મહિલાઓના જીવનમાં સત્સંગ અને ભક્તિના અજવાળા પ્રસરાવ્યા હતા. બસ્સો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ દ્વારા આરંભયેલા મહિલા ઉત્કર્ષના કાર્યને તેઓના પાંચમા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ. પી. એસ. સંસ્થાની મહિલા પ્રવૃત્તિઓ આયોજનબધ્ધ વિકાસ સાધ્યો છે. અભણ ગૃહિણીથી માંડીને ઉંચ્ચ પદવી મેળવનાર આધુનિક મનુનીઓ તેનાથી લાભાન્વિત થઈ છે. એટલું જ નહીં સ્વામીની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય કેવળ મહિલાઓ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર સમજ માટે ઉપકારક સાબિત થયું હતું.
આજ મહિલા ઉત્કર્ષની ઝલક પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં પણ જોવા મળે છે. ખૂબ જ ધામ ધૂમ પૂર્વક ઉજવાઇ રહેલા આ મહોત્સવમાં ત્યારે અંહી 80000 જેટલા સ્વયં સેવકો પોતાનું ગુરુ ઋણ અદા કરી રહ્યા છે. આ મહોત્સવમાં અનેક સ્વયં સેવો પોતાના પ્રોફેશન થી અલગ વિભાગમાં પણ સેવા આપે છે ત્યારે તેઓમાં એક નવી સ્કિલ ડેવલોપ થાય છે. આ મહોત્સવમાં પુરુષ સ્વયં સેવકોની સાથે મહિલા સ્વયં સેવિકા પણ પુરુષ સમોવડી થઈ સેવા કાર્યમાં રત છે.
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ ડો. આમ્રપાલીબહેન માર્ચટે નોંધ્યું હતું કે, “ભગવાન સ્વામિનારાયણે આપેલા કડક અને ચુસ્ત નિયમોનું પાલન કરતાં હોવા છતાં, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના વિદ્વાન સંતો સ્ત્રીઓન ઉત્કર્ષ માટે પણ એટલા જ ઉન્નત, વિશાળ અને ખુલ્લા હ્રદયી વિચારો ધરાવે છે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિવિધ દ્વારા વિવિધ ગામો, શહેરોમાં મહિલા સભા, યુવતી કિશોરી સભા અને બાલિકા સભાઓ દ્વારા અધ્યાત્મ સાથે મહિલા ઉત્કર્ષની વિવધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરમસદ અને રાંદેસણ ખાતે દિકરીઓના સર્વાંગી વિકાસ અને સંસ્કાર યુક્ત શિક્ષણની ચિંતા કરતાં વિદ્યામંદિરની સ્થાપન કરવામાં આવી છે.
પ્રકાશિત બીએપાએસ સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખ દ્વારા મહિલાઓ દ્વારા દર મહિને પ્રેમવતી નામનું મેગેઝીન કરવામાં આવે છે. તેમજ યુવતીઓ માટે રાંદેસણ ખાતે યુવતી તાલીમ કેન્દ્રની પણ સ્થાપન કરવામાં આવી છે. આ સિવાય વિવધ અધિવેશનો, સંમેલનો, શિબિરો, મહોત્સવ દ્વારા મહિલાઓની સર્વાંગી પ્રતિભાને ખિલાવવામાં આવે છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પુરુષ સ્વયંસેવકોની સાથે સાથે મહિલા સ્વયંસેવકો પણ એક અનેરા ઉત્સાહથી સેવા કર્યોમાં રત છે. બાંધકામ, ડેકોરેશન થી લઈને ગ્લો ગાર્ડનમાં મૂકવામાં આવેલ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરવી, નર્સરીમાં વિવિધ ફૂલ-છોડની માવજત કરવી, બગીચામાં ફૂલ છોડ રોપવા, વગેરે નગરની બનાવવાની સેવાથી લઈને આજે મહોત્સવમાં સલામતી વ્યવસ્થા, પ્રેમવતી અને બુકસ્ટૉલનું સંચાલન વગેરે જેવા લગભગ તમામ વિભાગો મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ ગુરુરુણ અદા કરવા સેવા રત બન્યા છે.
અંહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 27 જેટલી પ્રેમવતી ઉપહાર ગૃહ કાર્યરત છે, આ તમામ પ્રેમવતીઓનું સંચાલન 4000 જેટલી મહિલા સ્વયં સેવિકાઓ દ્વારા કરવામાં આવે છે, એમ નગરમાં 2 એવાપ્રદર્શન ખંડો છે જે સંપૂર્ણ બાલિકાઓ, યુવતીઓ અને એક મહિલાઓ દ્વારા કાર્યરત છે, તેમજ તેમાં જે કૃતિઓ રજૂ કરવામાં આવેછે તે પણ મહિલાઓ, યુવતીઓ અને બલિકાઓ દ્વારા કરવામાં આવે છે. આ મહોત્સવમાં સેવા કરતાં મહિલા સ્વયં સેવિકાઓમાં વિવિધ પ્રકારની સ્કિલનો વિકાસ થશે.
આ મહોત્સવમાં પ્રેમવતીમાં સેવા કરતાં વલ્લભવિદ્યાનગરના બિજલબેન પટેલ જણાવેમાં આ સેવાથી મેનેજમેન્ટ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ જેવા ગુણો ખીલ્યા છે. તો બુકસ્ટૉલમાં સેવા કરતાં મનીષાબેન ચૌહાણ જેઓએ ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે તેઓ એક ગૃહિણી તરીકે કાર્ય કરે છે આ સેવા થકી તેમનામાં આત્મવિશ્વાસ આવ્યો કે આવનાર સમયમાં જો કદાચ કોઈ નોકરી કરવી પડે અથવા તો પોતાનો સ્ટોર કરે તો સુવ્યવસ્થિત રીતે ચલાવી શકાય.
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ ખરા અર્થમાં એક મહિલા સશક્તિકરણનો મહોત્સવ પણ સાબિત થશે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...