બળબળતા ઉનાળા ના બપોરમાં અબાલ વૃદ્ધ શ્રમજીવી મજૂરો વડીલો સૌ કોઈ ને વેચાતું પાણી લેવું પડે છે. આ બાબત ગ્રુપના ધ્યાને આવતા દાતાઓના સહયોગથી હળવદ ના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ આખા દિવસ માં ઠંડા પાણીના 50 જગ મુકવામાં આવશે. જળ એ જીવન છે. આવા બળબળતા બપોરે પાણી એ સૌની જરૂરિયાત છે. તરસ્યાને પાણી પાવું એ આપણી નૈતિક ફરજ છે તેથી જ તો પૌરાણિક કાળમાં રાજા-મહારાજાઓ ગામડે ગામડે પાણીની પરબો બંધાવતા. તરસ્યાને પાણી પાવું ઉત્તમ માનવ સેવા છે. ગ્રુપના સભ્યો દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરે છે.
દાતાઓ :-
1. સ્વ. નિરંજન લક્ષ્મીપ્રસાદ ઠાકર ના સ્મરણાથે હસ્તે ભારતીબેન નિરંજનભાઇ ઠાકર હિટાચી ATM
2. સ્વ. ભુપેન્દ્ર એમ ઠાકરના સ્મરણાર્થે હસ્તે ભુપેન્દ્ર વોટર સપ્લાય
3. શ્રીજી મંડપ સર્વિસ હસ્તે મનસુખભાઈ દલવાડી.
નીચે મુજબ ની જગ્યાએ પાણીના જગ મુકવામાં આવશે.
1. બસ સ્ટેશન હળવદ સંચાલક રાજુભાઈ દવે
2. આંબેડકર સર્કલ ટીકર રોડ સંચાલક શ્રી મુન્નાભાઈ પાનવાળા
3. બ્રાહ્મણને ભોજન શાળા પાસે સંચાલક શ્રી કિશન દાબેલી
4. ધાંગધ્રા દરવાજા પાસે સંચાલક શ્રી જયસ્વાલ કોલ્ડ્રિંક્સ
5. સરા ચોકડી સંચાલક શ્રી કમલેશભાઈ ટ્રાફિક પોલીસ.
નોંધ :- લોકોએ ઠંડા પાણીનો બગાડ કરવો નહીં. પીવા માટે પાણી છે હાથ મોઢું ધોવું નહીં. જગ નો નળ વ્યવસ્થિત બંધ કરવો જેથી પાણી ટપકે નહીં.
લોકો ના સાથ અને સહકારની અપેક્ષા
રવી પરીખ હળવદ
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર વિજ લાઇન માટેના પોલ નાખતા ખેડૂતો દ્વારા વાંધા અરજી મોરબી જીલ્લા કલેકટરને કરી છે અને વળતર અંગે સાંભળવામાં આવે અને સર્વે-૯૧ તથા ૯૦ વાળી જમીનની તપાસ કરી રીસર્વે થવા અંગે હુકમ કરવા માંગણી કરવામાં આવી છે.
માળીયા મીયાણાના જાજાસર ગામના અરજદાર...
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...