Thursday, July 17, 2025

બરવાળા થી ખેવાડીયા જતી પાણીની તુટેલી લાઈન રીપેર કરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા CMને રજુઆત કરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લામાં બરવાળા થી ખેવાડીયા જતી પાણી પુરવઠાની તુટેલી લાઈન છેલ્લા દોઢ મહિનાથી તુટેલી છે જે રીપેર કરવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે.

મોરબી જીલ્લામાં બરવાળા ગામે આવેલ સંપ તેમજ ઓવરહેડ ટેંક માંથી બરવાળા થી ખેવાડીયા સુધી પાણીની પીઈપ લાઈન જઈ રહી છે. આ પાઈપ લાઈન છેલ્લે દોઢ માસથી તૂટેલી છે પાણીનો મોટા પાયે બગાડ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં આ લાઈનના કોન્ટ્રાટર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. અને અધિકારીઓ પણ આ કોન્ટ્રાકટરને કઈ કહી શકતા નથી શા માટે ? કેમ લાચાર છે? અને આ કોન્ટ્રકાટરની દાદાગીરી પણ બહુજ છે. આજના સમયમાં પાણી બચાવોની ચળવળ સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય ત્યારે આ બગાડ કેટલો યોગ્ય છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે યોગ્ય પગલા લેવા તેમજ તાત્કાલિક રીપેર કરાવીને પાણીનો બગાડ અટકાવવામાં આવે તે માટે ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત પત્ર લખી યોગ્ય કરવા રજૂઆત કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર