બેલા ગામથી ઢોલ નગારા સાથે ખોખરા હનુમાન સુધી પોથી શોભાયાત્રા નીકળી હતી
મોરબીના ખોખરા હનુમાનની જગ્યામાં આજથી તા.8 ને શુક્રવાર થી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કથા કંકેશ્વરી માતાજીના સાનિધ્યમાં શરૂ થનાર છે.જેમાં આજે પોથી શોભયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું જે બેલા ગામથી સવારે 8 કલાકે થી ભવ્ય પોથી શોભાયાત્રા ખોખરા હનુમાનજી સુધી યોજાય હતી.આ પોથીની શોભાયાત્રા 3 હાથી,51 ઘોડા,8 બગી,અને મહારાષ્ટ્રના ખાસ ઢોલ નગારાના સાથે નીકળી હતી.
અને આ પોથી રામકથાનાં યજમાન દ્વારા ઉપાડવામાં આવી હતી જેમાં માતાજી કંકેશ્વરી,ભારત સાધુ સંતોના અધ્યક્ષ મુકતાનંદ બાપુ તેમજ શેરનાથ બાપુ (જૂનાગઢ તળેટી) આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા સાથે સાથે હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા ત્યાર બાદ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
