ભાગ બટાઈ માં વાંધો પડતાં મિત્ર ની હત્યા નિપજાવાનાર બે મિત્રો ને આજીવન કેદ ની સજા
ત્રણેય મિત્રો એ ટ્રેનમાં પાકીટ માર્યા બાદ ભાગ બટાઈ માં વાંધો પડતાં બે મિત્રોએ ભેગા મળી ત્રીજા મિત્ર ની હત્યા કરી હતી
મોરબીના ત્રાજપર ખરી વિસ્તારમાં આવેલ યોગીનગર નજીક વર્ષ 2018માં એક આજાણ્યા યુવકને તીક્ષણ હથીયારના ઘા ઝીકી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી આ ઘટનામાં પોલીસે ઘટનામાં પોલીસ ફરિયાદ નોધી હતી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી શરૂઆત તપાસમાં મૃતકનું નામ મહેશ મુન્નાભાઈ બધુરીયા હોવાનું તેના બે મિત્રો અજય ઉર્ફે ચીનો ઉર્ફે જગદીશભાઈ રાવલ તેમજ શૈલેશ ઉર્ફે તિતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલિયન રણછોડભાઈ ચાવડા સાથે મળી જેતપુર રાજકોટ વચ્ચે ટ્રેનમાં પાકીટ મારી કરી હોય અને તેમાંથી મળેલ રૂ8000 ની ભાગ બટાઈ કરવા મોરબીના યોગીનગરમાં આવેલ ગુલામ હુશેન અલીભાઈ કટીયાની ઓરડીમાં ભેગા થયા હતા જ્યાં ત્રણેય લોકો વચ્ચે ઝઘડો થયો હતો અને છરીના 10 જેટલા ઘા મારી પતાવી દીધો હતો. બાદમાં મૃતકને ધારમાં આવેલ ખાડામાં ફેકીને જતા રહ્યા હતા આ બનાવમાં પોલીસે ફરિયાદ આધારે બન્ને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ કેસ મોરબી ડીસ્ટ્રીકટકોર્ટમાં ચાલતો હતો દરમિયાન આજે ડીસ્ટ્રીકટ પ્રિન્સીપાલ એન્ડ સેસન્સ જજની એ ડી ઓઝાએ આ કેસમાં 47 દસ્તાવેજી પુરાવા તેમજ ૩૩ જેટલા મૌખિક પુરાવાના આધારા આરોપી અજય રાવલ અને શૈલેશ રણછોડ ચાવડાને આજીવન કેદની સજા ફટકારી હતી અને તેમજ રૂ 10,000 આરોપી દીઠ ફટકારવામાં આવ્યો છે .આ કેસમાં સરકારી વકીલ વિજય કુમાર જાનીએ સરકાર તરફથી કેસ લડ્યા હતા.
