ભાજપમાં ભૂકંપ: પૂર્વ સીએમ અને ડેપ્યુટી સીએમ, પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રી સહિત અનેક પૂર્વ પ્રધાન ચુંટણી નહીં લડે
મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ કોંગ્રેસ ઉમેદવારોને મંથન ચાલી રહ્યું છે ત્યારે આજે ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતાઓ વચ્ચે ભાજપના અનેક સિનિયર આગેવાનોએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો સ્વેચ્છાએ નિર્ણય કર્યો છે.જેમા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયદ્રથસિંહ પરમાર, કૌશિક પટેલ,સૌરભ પટેલ, પ્રદીપસીહ જાડેજા સહિત અનેક આગેવાનોએ ચૂંટણી નહીં લડવાનો સ્વેચ્છાએ નિર્ણય કર્યો છે.
જયારે દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટી બોર્ડમાં ટિકિટ ને લઈ મંથન ચાલી રહ્યું છે તેવામાં ભાજપના સિનિયર આગેવાનો અચાનક જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરતા રાજકારણ ગરમાયુ છે જોકે આ સિનિયર આગેવાનો અગાઉ ચૂંટણી લડવાની વાતો કરી રહ્યા હતા તેવામાં ઉમેદવારના લિસ્ટ જાહેર થાય તે પહેલા જ અચાનક ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય કરતા અનેક નવા ચહેરાઓને ભાજપ ટિકિટ આપી શકે છે.