મોરબીમાં આગામી તા.20ના રોજ ઓરલ હેલ્થ-ડે હોવાથી ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સહયોગથી નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેક્શન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ મોરબી તથા મોરબીની આસપાસના તાલુકાઓમાં યોજાશે.જેમાં જરૂરિયાતમંદ લોકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા હી સંગઠનના મંત્ર સાથે લોકોને જન સુખાકારીના તમામ કાર્યો કરવામાં આવે છે.તે અંતર્ગત આગામી તા.20 માર્ચના રોજ ઓરલ હેલ્થ-ડેની ઉજવણી માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની પ્રેરણા અને પ્રોત્સાહનથી મોરબી જિલ્લામાં જુદા -જુદા સ્થળોએ ઓરલ હેલ્થ ચેકઅપ અને ઓરલ કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જરૂરિયાતમંદ લોકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
કેમ્પનું તા.20ના રોજ સવારે 9:30 થી 12 વાગ્યા સુધી મોરબી તેમજ મોરબીની આસપાસના તાલુકાઓમાં જુદા-જુદા સ્થળો પર આયોજન કરવામાં આવ્યું છે.જુદી-જુદી જગ્યે 7 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.20ના રોજ ડો.હિતેશ પટેલ,ઓમ હોસ્પિટલ સાવસર પ્લોટ,મોરબી ખાતે,ડૉ.અલ્પેશ ફેફર રાધે હોસ્પિટલ મહેશ હોટલ સામે શનાલા રોડ મોરબી ખાતે,ડો મિલન ઉઘરજા એડવાન્સ્ડ ડેન્ટલ ક્લિનિક કન્યા છાત્રાલય રોડ મોરબી ખાતે,ડૉ.ચિંતન પટેલ બંધુ સમાજ હોસ્પિટલ પ્રતાપ રોડ વાંકાનેર ખાતે,ડૉ.પરેશ પરમાર સ્મિત ડેન્ટલ ક્લિનિક રેલ્વે સ્ટેશન રોડ હળવદ ખાતે,ડૉ.ચંદ્રકાંત પટેલ સદંત ડેન્ટલ ક્લિનિક.લક્ષ્મીનારાયણ ચેમ્બર ટંકારા ખાતે,ડૉ.મનીષ અઘારા આસ્થા ડેન્ટલ ક્લિનિક માળીયા હાઇ-વે પીપલિયા ચાર રસ્તા ખાતે રાખવામાં આવ્યા છે.દરેક કેમ્પનો સમય સવારે 9:30 થી 12 કલાક સુધીનો રહેશે.બીજેપી ડોક્ટર સેલ મોરબી જિલ્લાએ જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.
