મોરબી: પ્રાચીન કાળથી ભારતવર્ષમાં ગુરુ શિષ્ય પરંપરા તેમજ અનેરા ભાવપૂર્ણ અને દ્રષ્ટાંત રૂપ રહ્યા છે, આવી જ આપણી ભાવના અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા તથા વિદ્યાર્થીકાળના સંસ્મરણો તાજા કરવાના હેતુથી બગથળા ગામે”ગુરુવંદના તથા સ્નેહ મિલન” કાર્યક્રમનુ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી અવસ્થાની યાદ તાજી કરી અને નાના ભૂલકાઓ સાથે રમતની મજા માણી હતી.
