મોરબી: ગત તારીખ 30-03-2023 ને ગુરુવારના રોજ રામનવમી પર્વ નિમિત્તે મોરબી શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે મહેન્દ્રનગર ગામે આયોજિત શોભાયાત્રામાં જાણીબૂઝીને હિન્દુઓના તહેવાર હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાના એકમાત્ર બંદઇરાદાથી રથમાં બેસવા જેવી નજીવી બાબત તે બે પટેલ (હિન્દુ) ઈસમોએ બોલાચાલી કરેલ જેમનું નામ રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઈ દલસાણીયા છે ત્યારબાદ આ બંને શખ્સોએ રાજેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપેલ આ રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઈ દલસાણીયા દ્વારા અજાણ્યા મુસ્લિમ જ્ઞાતિના 25 જેટલા લોકોને માળિયાથી બોલાવવામાં આવેલ અને કાવતરું કરેલ.
ત્યારબાદ રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશ દલસાણીયાએ રાજેશભાઈ શેરસીયાને સમાધાન કરવા માટે મહેન્દ્રનગર ચોકડી બોલાવે ત્યારે આ રાજેશભાઈ શેરસીયા ત્યાં મહેન્દ્રનગર ચોકડીએ જતા ત્યાં હાજર રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઈ દલસાણીયા અને તેની સાથે પહેલેથી જ કાવતરું રચીને તેમના કહેવાથી આવેલ અજાણ્યા ૨૫ જેટલા મુસ્લિમ લોકોએ રાજેશભાઈ શેરસીયા અને જીગ્નેશભાઈ કૈલા ઉપર ઔચીંતા હિચકાર હુમલો કરેલ.
હિન્દુઓના પવિત્ર તહેવારમાં આવા રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઈ દલસાણીયા જેવા આવારા ઈસમો દ્વારા હિન્દુ સમાજની લાગણીને એકમાત્ર ઠેસ પહોંચાડવાના બદઈરાદાથી જે મુસ્લિમ સમાજના લોકોની સાથે મળી કાવતરું કરેલ અને સમાધાન કરવાની ખોટી વાત કરી રાજેશભાઈ શેરસીયા અને જીગ્નેશભાઈ કૈલા ઉપર થયેલ હુમલાને વિશ્વ હિન્દુ પરિષદ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આકરી ટીકા કરે છે તેમજ આવા કાવતરામાં સંડોવાયેલા તમામ લોકોને શિક્ષાત્મક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે તેમજ હિન્દુ સમાજના આવા કલંકરૂપ રાજેશભાઈ નાનજીભાઈ ગોધવીયા અને જયેશભાઈ દલસાણીયા જેવા ઈસમોને કાયદાનું ભાન કરાવવામાં આવે જેથી ભવિષ્યમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવામાં ન આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કલેકટર અને મોરબી જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
