મોરબી: મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જિલ્લા નાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા જેમાં ગેરકાયદેસર હથિયારો પોતાના કબજામા રાખી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.,મોરબી તથા એસ.ઓ.જી.સ્ટાફ કાર્યરત હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલને સંયુકત બાતમી મળેલ કે એક ઇસમ શરીરે સફેદ શર્ટ કાળી ચેકસ ડીઝાઇન વાળો તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. તેના કબજામાં ગેરકાયદેસર પીસ્તોલ જેવુ હથિયાર છે જે ઇસમ હાલમા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ટીંબડીરોડ પર હાજર છે તે બાતમીના આધારે મળેલ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી વિજયભાઇ ઉર્ફે જગો રમણીકભાઇ ઓગાણીયા ઉ.વ.૨૧ ધંધો રીક્ષા ડ્રાયવિંગ રહે. સુરેન્દ્રનગર દાળમીલ રોડ વેલનાથ સોસાયટી ફીરદોસ સોસાયટી પાસે તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળાને દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧, કિં રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીઝ નંગ-૩ કીં.રૂ.૩૦૦/- મળી કુલ કિં.રૂ. ૧૦,૩૦૦/-ના મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...