Friday, April 19, 2024

માળિયાના બગસરા ગામે મીઠાનાં ઉત્પાદન માટે અગરીયાઓએ દશ એકર જમીનની કરી માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

માળિયા: માળિયા (મી) તાલુકાના બગસરા ગામે મીઠાનાં ઉત્પાદન માટે અગરીયાઓએ દશ એકર જમીન આપવા કલેકટરને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

અગરીયાઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે માળિયા (મી.) તાલુકાના ગામ બગસરા ખાતે ૧૦ એકર મીઠ્ઠા ઉત્પાદન માટે કરેલ અરજી ની તા. ૨૨/૧૧/૨૦૨૧ તથા અન્ય અરજદારોની સાથે થી તેમજ ગામના આશરે ૧૦ થી ૧૫ અરજદારોએ આપની કચેરીએ અલગ અલગ માંગણીઓ કરેલ હતી પરંતુ તે દિશામાં આજદિન સુધી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ઉલટું અમારી માંગણી વાળી જમીનમાં બીજા મોટા માણસો તથા બહારના વ્યકિતઓએ અમારી માંગણી વાળી જમીનમાં અમારી અરજી થી પાછળ અરજીઓ કરીને માંપણી પણ કરાવેલ છે. અને તેના અધિપ્રાયો માટે કામ પણ ચાલું છે. તેથી અરજીઓનો સરકારના ઠરાવ પરીપત્ર ૧૮/૭/૧૮ મુજબ પ્રથમ હક અગરિયાઓ તથા સ્થાનીક માણસોને જમીન આપવામાં આવે તેવિ અગરીયાઓએ મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી છે.

જયારે અગરીયાઓની માંગણી વાળી જમીનમાં અગરીયાઓ પછી મોટા માથાઓએ અરજી કરેલ છે. જયારે અગરીયા અરજદારોએ અરજીઓ કરતા તે દિશામા કોઇપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેથી સરકારના પરીપત્ર મુજબ અગરિયાઓને તથા સ્થાનીકોને રોજી રોટી મળી રહે તે માટે અગરીયાઓની આ અરજીઓની યોગ્ય તપાસ કરી ક્રમ નં. આપીને તે દિશામા કાર્યવાહી કરવા અગરીયાઓ તથા સ્થાનિકો લોકોએ માંગ કરી છે.

મોરબી જીલ્લા કલેકટર કચેરીએ એક ને ખોર અને એક ને ગોરની રાજનીતી ચાલી રહી છે. જયારે સામા પક્ષે કલેકટર કચેરીએથી સ્થાનીક અગરીયાઓ તથા ગામના નાગરીકને અનેક ડોકયુમેન્ટ ( કાગળો) માંગવામાં આવી રહયા છે. જેવા રીર્ટન તથા ઓડીટ હિશાબો માંગવામાં આવે છે. જયારે બહારના વ્યકિતઓને તથા મોટા માણસોને આવિ અરજીઓની કોઇ કાગળો માંગવામાં આવતા નથી તો આવી રીતે રાજકીય હાથાઓ રૂપિયાના જોરે જો ચાલસે તો આવનારા દિવશોમા અગરીયાઓએ ગામલોકો સાથે હાઇકોર્ટના દ્વાર ખખડાવાની ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર