માળિયા મિયાણા નેશનલ હાઈવે પરથી ઈનોવા કાર પસાર થતી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં કાર સહિત ૪.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલ ચેક પોસ્ટ નજીકથી ઈનોવા કાર નંબર જીજે ૨૧ એમ ૬૬૮૬ જતી હતી તેને રોકીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ અને ૬૭૨ બીયર મળી આવ્યા હતા જેથી પોલીસે કાર, મોબાઈલ અને દારૂ બીયર સહિત ૪,૪૭,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને મયુરસિંહ ભરતસિંહ રાઠોડ રહે. સુખપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપી રવિ પટેલનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું વિશેષ સન્માન કરાયું
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત...
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...